June 26, 2026
June 26, 2026

ટોપ ન્યૂઝ

કેનેડામાં કમાણીનું સપનું અધૂરું રહી જશે! ટ્રૂડો સરકારના નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, ઓસ્ટ્રેલિયાથી પણ ઝટકો

canada kamani
January 06, 2026

Canada-Australia Indian Student: કેનેડામાં રહેતા 40 ટકા વિદેશી વિદ્યાર્થીઓ ભારતના છે. સ્ટુન્ડન્ટ વિઝા લઈને કેનેડામાંવસવાનું સપનું જોનારા યુવાઓને હવે ટ્રૂડોની નવી ઈમિગ્રેશન પોલિસીથી એક મોટો ઝટકો લાગ્યો છે. આ જ કારણ છે કે પોલિસીમાં ફેરફારને કારણે 70 હજારથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પર તેમના દેશમાં પાછા જવાની તલવાર લટકી રહી છે. ત્યાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે. ચાલો જાણીએ કે આટલા બધા ભારતીય વિદ્યાર્થીઓ કેમ કેનેડા જાય છે. આ સિવાય ટ્રુડોની નવી નીતિની ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર થશે?

નોંધનીય છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે “અમે કેનેડામાં ઓછા વેતનવાળા, અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડવા પર વિચાર કરી રહ્યા છીએ. શ્રમ બજાર બદલાઈ ગયું છે. હવે સમય આવી ગયો છે કે આપણા બિઝનેસ કેનેડાના કામદારો અને યુવાનોમાં રોકાણ કરે.” તેમની જાહેરાત બાદ જ કેનેડામાં રહેતા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓમાં વિરોધ શરૂ થયો હતો. નોંધનીય છે કે જો આપણે વર્ષ 2023ની વાત કરીએ તો કેનેડામાં અત્યાર સુધીમાં 900,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે, હવે આ વર્ષના અંત સુધીમાં 500,000 કાયમી રહેવાસીઓની સંખ્યા વધી જવાની શક્યતા હતી.

કેનેડાની સરકારે અત્યાર સુધી કહ્યું છે કે ઇમિગ્રન્ટ્સને અહીં લાવવાનું એક મુખ્ય કારણ આર્થિક વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાનું છે. હવે પોલિસીમાં ફેરફાર બાદ ભારતીય વિદ્યાર્થીઓ છેતરાયાનો અહેસાસ કરી રહ્યા છે. ઇમિગ્રેશનનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મહેકદીપ સિંહે સિટી ન્યૂઝ ટોરોન્ટોને જણાવ્યું હતું કે, ‘મેં કેનેડા આવવા માટે છ વર્ષનું જોખમ લીધું હતું. મેં અભ્યાસ કર્યો, કામ કર્યું, લોનની ચુકવણી કરી અને કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS) માં જરૂરી મુદ્દા પૂરા કર્યા, પરંતુ સરકારે અમારો લાભ લીધો.