June 26, 2026
June 26, 2026

રાજ્યમાં પોષણ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની અંદાજે 53 હજાર આંગણવાડી બહેનોને હવે હાઈટેક બનાવવામાં આવશે. આ અંતર્ગત તમામ બહેનોને લેટેસ્ટ 5G સ્માર્ટફોન અને ટ્રાવેલ એડપ્ટર આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ પોષણ ટ્રેકર એપને વધુ અસરકારક બનાવવાનો છે, જેથી બાળકો અને ગર્ભવતી મહિલાઓના પોષણ સંબંધિત ડેટાનું રિયલ ટાઈમમાં મોનિટરિંગ કરી શકાય.

આંગણવાડી સેવાઓમાં ટેક્નોલોજીનો વ્યાપ વધશે

સરકાર દ્વારા સ્માર્ટફોન વિતરણમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક આંગણવાડી બહેનને આપવામાં આવેલા ફોનનો રેકોર્ડ e-HRMS પોર્ટલ પર નોંધવામાં આવશે. સાથે જ, ફોન આપતી વખતે કર્મચારીનો ફોટો લેવામાં આવશે અને OTP આધારિત ચકાસણી પણ કરવામાં આવશે. આ પહેલથી આંગણવાડી સેવાઓમાં ટેક્નોલોજીનો વ્યાપ વધશે અને સરકારની યોજનાઓનો લાભ વધુ ઝડપથી અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.