October 15, 2026
October 15, 2026

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ તેજ થઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદીની વિશેષ પુનઃસમીક્ષા પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને 1 એપ્રિલ, 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની પ્રબળ શક્યતા

મતદાર યાદી ફાઈનલ થતાની સાથે જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેથી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની પ્રબળ શક્યતા છે. આ દરમિયાન રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે અને ઉમેદવારોની પસંદગી તેમજ પ્રચાર વ્યૂહરચના પર કામ શરૂ કરી દીધું છે.

મતદારોના નામ ઉમેરવાથી લઈને દૂર કરવાની કામગીરી પૂર્ણતાના આરે

આયોગના નિર્દેશ અનુસાર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાર યાદીની વિશેષ પુનઃસમીક્ષા હાથ ધરાઈ હતી. તેમાં નવા મતદારોના નામ ઉમેરવા, ભૂલો સુધારવા અને ડુપ્લિકેટ કે અયોગ્ય નામ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 1 એપ્રિલે અંતિમ મતદાર યાદી જાહેર થતાં જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવાશે. તેથી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.